મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના સ્વ.ભાવેશભાઈ પ્રવિણભાઈ અઘારાની તૃતિય માસિક પૂણ્યતિથી નિમિતે તેમના આત્માના શાંતિ અર્થે વર્ષાબેન ભાવેશભાઈ અઘારા, પ્રિન્સીબેન ભાવેશભાઈ અઘારા, કાવ્યભાઈ ભાવેશભાઈ અઘારા સહીતના પરિવારજનો દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.