દિવ્યાંગ પોતે ચાલી પણ શકે તેમ ન હોવા છતાં આર્થિક રીતે પગભર બનવાનું કઠિન કામ કરી પરિવારને પણ મદદરૂપ થયા
(રવિ બરાસરા) :નબળા મનના માનવીને રસ્તો પણ નથી જડતો, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાર્થક કરતા મોરબીના એક વ્યક્તિએ નાની ઉંમરે શારીરિક વિકલાંગતાનો સામનો કરવા છતાં હિંમત હાર્યા વિના જીવન જીવવાનો માર્ગ કંડાર્યો છે. મોરબીના સામાકાંઠા વિસ્તાર ભડિયાદ રોડ ઉપર નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલી ગાંધી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય દિનેશભાઈ ટુંડિયાએ બાળવયમાં પોલિયોની બીમારીના કારણે બંને પગ ગુમાવ્યા હતા. એટલે બન્ને પગે ચાલી શકતા જ નથી. બે ડગલાં ચાલવા હોય તો કાંખઘોડીનો સાહરો પણ લઈ શકે એમ નથી. કારણ કે પોલિયોને કારણે બંને પગ નકામા હોવાથી બેઠા બેઠા ચાલી શકે એમ હોય દિનચર્યામાં પણ મુશ્કેલી પડતી હોય ત્યારે આર્થિક રીતે પગભર થવું એમના માટે હિમાલય જેવો મોટો પડકાર હતો. આમ છતાં જીવનની આવી વિષમ પરિસ્થિતિ સામે ઝુકવાને બદલે હિંમતભેર કડવી વાસ્તવિકતાનો હિંમતભેર સામનો કર્યો અને ભારે સંઘર્ષના અંતે આજે ઓ
પરિણામ તેમના હિતમાં આવ્યું છે.
નાની ઉંમરે શરીરના કોઈ અંગની ખોટ સર્જાય ત્યારે વ્યક્તિનું જીવન મુશ્કેલ બની જતું હોય છે. દિનેશભાઈ માટે પણ આ સ્થિતિ પડકારરૂપ હતી. જોકે, શારીરિક મર્યાદાઓને જીવનનો અંતિમ પડાવ માનવાને બદલે તેમણે આગળ વધવાનું નક્કી કર્યું. તેમણે નાનપણથી ભણવાનું શરૂ કર્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો એટલે ગેજયુંએટ થયા બાદ નોકરી મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા.પરંતુ એ સમયે બેકારી તેમજ પોતાનીનશારીરિક ખામીને કારણે નોકરી મળવામાં મુશ્કેલી પડતી હતી. પરિવાર પર બોજ બનીને રહેવું ન પડે તેવા વિચાર સાથે તેમણે નોકરીની રાહ જોવાને બદલે સ્વરોજગારનો માર્ગ અપનાવ્યો.
શરૂઆતમાં નાના પાયે ધંધો શરૂ કર્યા બાદ હવે દુકાન વિકસાવી
દિનેશભાઈએ શરૂઆતમાં એસટીડી પીસીઓની દુકાન શરૂ કરી હતી. આ દુકાન સારી ચાલતી હતી અને ધીમે ધીમે આ વ્યવસાયમાંથી આવક થવા લાગી અને પરિવારને આર્થિક ટેકો મળવા લાગ્યો. પરિવારના સભ્યોનો સાથ પણ તેમને મળ્યો હતો. સમય જતાં તેઓ પરિવારના આશરે 11 સભ્યોનું ગુજરાન ચલાવી શકે તેવી મજબૂત સ્થિતિમાં પહોંચ્યા હતા. પણ મોબાઈલ ફોન આવતા એસટીડી પીસીઓનો ધંધો ભાંગી પડયો હતો. આમ છતાં તેઓ નિરાશ થયા નહિ. એ જ દુકાનમાં એમણે 2000 પછીના સમયગાળામાં ધીરઘેરે પાન મસાલા અને અન્ય ઘણી બધી વસ્તુઓનો ધંધો શરૂ કર્યો હતો. એમના આત્મ વિશ્વાસ અને મહેનતથી આ ધંધો જામી થયો છે. આજે તેઓ આર્થિક રીતે પગભર છે ઉપરાંત પરિવાર માટે બોજારૂપને બદલે મદદરૂપ થાય છે. તેનું તેના પરિવારને પણ ગૌરવ છે.
દ્રઢ મનોબળ હોય તો કોઈપણ ખામી આગળ વધવામાં બાંધરૂપ બનતી નથી.
દિનેશભાઇ કહે છે કે, પરિવારની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હતી. આ નબળી પરિસ્થિતિ વચ્ચે તેઓ ભણ્યા હતા. ભણતર પૂરું કર્યા બાદ તેમની સામે આજીવિકાનો મુખ્ય પડકાર હતો. પરિવારને પણ થોડી ચિતા હતી કે, બંને પગે પુત્ર વિકલાંગ છે. તો કેવી રીતે આર્થિક રીતે પગભર થશે ? પણ દિનેશભાઇ જે લોકો તમના પર તરસ ખાતા હતા. તેમને પોતાની મહેનતથી સ્વબળે સ્વાવલંબી બની એ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. જીવનમાં ક્યારેય મુશ્કેલી કે કોઈપણ ખામી હોય તો પણ મજબૂત ઈચ્છા શક્તિ હોય તો આગળ વધતા કોઈ રોકી શકતા નથી.