સ્વભિમાન ક્યારેય ખંડિત ન થાય એની દરેકે દરકાર રાખવી જોઈએ
મહર્ષિ વાલ્મીકિજીનું જ્ઞાન સમગ્ર બ્રહ્માંડનું ગૌરવ છે. સનાતન સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા આપણો વિશ્વાસ,
શિક્ષણ અને એકતા આપણું બળ, અને માનવતાની સેવા આપણો ધર્મ.સનાતની વાલ્મિકી સમાજની ઓળખ છે. મહર્ષિ વાલ્મીકિજી પ્રત્યેની શ્રદ્ધા, રામાયણની પરંપરા, ભક્તિ, માનવતા અને સ્વાભિમાન સાથે જોડાયેલી છે. તેમની સાથે આ સમાજનો નાતો જોડાયેલો હોય એટલે સમગ્ર સમાજ અમને દયાની દ્રષ્ટિથી નહિ પણ માનની દ્રષ્ટિથી જુએ અને કામ ભલે મેલું ઉપાડવાનું હોય પણ આ સમાજ સ્વચ્છતાના સૈનિક હોય એટલે સ્વભિમાન ક્યારેય ખંડિત ન થાય એની દરેક વ્યક્તિએ દરકાર રાખવી જોઈએ
યૌવન મેવાડા, યુવા સામજિક કાર્યકર્તા
અમને ખોટાં આશ્વાસન નહિ ન્યાય જોઈએ છે
જે સમાજ બીજાના ઘરની ગંદકી સાફ કરે છે, એ સમાજના જીવનમાં રહેલી મુશ્કેલીઓ કોણ સાફ કરશે? જેના શ્રમથી મોરબી શહેર સ્વચ્છ રહે છે, તેના પરિવારનાં સપનાં ક્યારે સાકાર થશે ? આજે પણ ક્યાંક સામાજિક ભેદભાવ, ક્યાંક અપમાન, ક્યાંક શિક્ષણની અછત, તો ક્યાંક રોજગાર અને સન્માન માટેનો સંઘર્ષ જોવા મળે છે. અમને દયા નથી જોઈતી, અમને સમાન અધિકાર જોઈએ છે. અમને ખોટાં આશ્વાસન નથી જોઈતાં, અમને ન્યાય જોઈએ છે. અમને માત્ર સહાનુભૂતિ નથી જોઈતી, અમને શિક્ષણ, રોજગાર અને સન્માન સાથે જીવવાનો અધિકાર જોઈએ છે.
-રાજન પુરબીયા, સામજિક કાર્યકર્તા