Tuesday - Oct 27, 2026

મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

કૃષ્ણનગર-કોયલી ગામે વાડી નજીક બેભાન થયેલી મહિલાને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયાં

*મોરબી :* મોરબી તાલુકામાં બનેલા બે અલગ બનાવમાં યુવાન અને આધેડ મહિલાનું મોત નીપજ્યું છે. લાલપર ગામની સીમમાં મેઘજીભાઈ પટેલની વાડી સામે નર્મદાની કેનાલમાં પડી જતાં 25 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે કૃષ્ણનગર-કોયલી ગામે રહેતી 50 વર્ષીય મહિલા રાત્રિના સમયે વાડી નજીક બેભાન થઈ જતાં તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. બંને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં રહેતા રંજનકુમાર લાલબાપુ રાય (ઉં.વ. 25) લાલપર ગામની સીમમાં મેઘજીભાઈ પટેલની વાડી સામે આવેલી નર્મદાની કેનાલમાં કોઈ કારણસર પડી ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ મારફતે આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

બીજા બનાવમાં મોરબી તાલુકાના કૃષ્ણનગર-કોયલી ગામે રહેતાં સુનિતાબેન ગોપાલભાઈ સોલંકી (ઉં.વ. 50) રાત્રિના આશરે નવ વાગ્યાના અરસામાં વાસુરભાઈની વાડીએ કોઈ કારણસર બેભાન થઈ ગયાં હતાં. તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. આ બનાવ અંગે પણ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ કરીને મૃત્યુનાં કારણો સહિતની વિગતો અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.