યજ્ઞ, મહાઆરતી, કુમારિકા પૂજન અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજનોમાં ભાવિકોએ લીધો લાભ
મોરબી : મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાના પાવન પર્વની મહંત ભાવેશ્વરી માં તથા મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય આયોજનો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ ધર્મલાભ મેળવ્યો હતો.
શરદ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આશ્રમ ખાતે યજ્ઞ, મહાઆરતી, કુમારિકા પૂજન અને મહાપ્રસાદ સહિતના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. યજ્ઞમાં આચાર્ય તરીકે અતુલ મારાજ જાની રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા આશ્રમના સેવક ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગત દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.