Sunday - Aug 02, 2026

મોરબી -ટંકારામાં દારૂના ગુનામાં 3 માસથી ફરાર આરોપી ઝબ્બે

મોરબી -ટંકારામાં દારૂના ગુનામાં 3 માસથી ફરાર આરોપી ઝબ્બે

મોરબી : ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પર બંધ બોડીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો હતો. આ ઉપરાંત મોરબી શહેરના તુલસીપાર્ક નજીક અલગ અલગ કુલ 3 વાહનોમાંથી પણ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ બંને ગુનાઓમાં છેલ્લા 3 માસથી નાસતો ફરતો આરોપી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.

ટંકારા પોલીસ ટીમે આખરે નાસતા ફરતા આરોપી મોમભાઈ કરમણભાઈ ઉર્ફે ટીહાભાઈ વરૂ (ઉંમર 34, ધંધો- ચા ની દુકાન, રહે. ઘંટેશ્વર ગામ બાયપાસ ચોકડી, મચ્છુ માતાના મંદિરની સામે, રાજકોટ) ને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવા અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ  મુજબ પ્રોહીબીશન એક્ટની કલમ-65(a)(e), 116(b), 81 હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.