મોરબી : મોરબીમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ 2146 વિદ્યાર્થીઓમાંથી 2114 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 32 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. મોરબીમાં વિવિધ 10 કેન્દ્રો પર આ પરીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં મળીને કુલ 2146 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 1891 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને અંગ્રેજી માધ્યમમાં 223 પરીક્ષાર્થીઓ એ પરીક્ષા આપી હતી. ગુજરાતી માધ્યમમાં 24 અને અંગ્રેજી માધ્યમમાં 8 એમ કુલ 32 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.