Friday - May 01, 2026

મોરબીમાં 1300 જેટલાં ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કરાયું

મોરબીમાં 1300 જેટલાં ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કરાયું

મોરબી : આજે તા. 23 માર્ચ ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી મયુર નેચર ક્લબ મોરબી દ્વારા ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના શનાળા રોડ પર રામચોક ખાતે મયુર નેચર ક્લબ મોરબી દ્વારા ફ્રીમાં ચકલીના માળાનું વિતરણ કરાયું હતું.

સવારે 9 વાગ્યાથી જ મોટી સંખ્યામાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના લોકો ચકલીના માળા લેવા માટે ઉમટી પડ્યા હતા. માત્ર અઢી કલાકમાં જ 1300 જેટલા ચકલીના માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો આ માળાને જુદી જુદી જગ્યાએ લગાવીને આ ઉનાળાની ગરમીમાં ચકલીને આશરો મળી રહે તે માટેના પ્રયત્નો કરશે.