મોરબી : ભચાઉ તાલુકાના વોંઘના રહેવાસી બાબુભાઈ ભીખાભાઈ મીયાત્રા નામના આધેડનો દીકરો ભગીરથ ભચાઉ નવરાત્રી જોવા ગયો હતો જોકે બીજા દિવસે પણ દીકરો ઘરે ના આવતા પરિવારજનોએ તપાસ શરુ કરી હતી આ દરમિયાન તેમના સંબંધી વિરજીભાઈ શામજીભાઈનો ફોન આવ્યો કે તમારો દીકરો ભગીરથ ભચાઉના શિવજી હમીર દાફડાની દીકરી મંજુને ભગાડી ગયો છે
અને રાજકોટ તરફ ગયા છે જે બાબતની જાણ થતા બાબુભાઈના દીકરા દિનેશ ઉર્ફે દિલીપ, કૌટુંબિક ભાઈ કાનજીભાઈ રામજીભાઈ મીયાત્રા અને મહેશ ભીખાભાઈ બારોટ ત્રણેય ભરત રણછોડ સાધુની ઇકો જીજે ૧૨ એફસી ૬૨૬૯ લઈને સાંજે ગામથી નીકળ્યા હતા અને રાત્રીના સવા દશના અરસામાં કૌટુંબિક ભાઈ જેરામભાઈ ગાંગજીએ આવીને જણાવ્યું કે તે ભગીરથને રાજકોટ શોધવા ગયા હતા અને રસ્તામાં માળિયા કચ્છ હાઇવે પર આવેલ ઓનેસ્ટ હોટેલ પર ઉભા રહ્યા હતા ત્યારે છોકરીના સગા કાંતિભાઈ દેવરાજભાઈ લોચા, રમેશભાઈ રવાભાઈ દાફડા, નરેશભાઈ વજુભાઈ દાફડા, ભરતભાઈ વજુભાઈ દાફડા, મનોજ નામોરી દાફડા અને કિશન નારણ ચૌહાણ સહિતના જીજે ૧૨ એફએ ૬૧૯૫ વાળી કારમાં દિનેશ, કાનજી અને મહેશનું અપહરણ કરી લઇ ગયા છે દીકરાના અને કાનજીભાઈ તેમજ મહેશભાઈના ફોનમાં સતત ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતા હતા અને ત્રણેયની તપાસ કરતા સમાચાર મળ્યા ના હતા અને તેનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને ઇકો ગાડી લઇ ગયા હતા તે માળિયા ઓનેસ્ટ હોટેલ ખાતે પડી હતી જેથી બાબુભાઈએ માળિયા મિયાણા પોલીસ મથકમાં કાંતિભાઈ દેવરાજભાઈ લોચા, રમેશભાઈ રવાભાઈ દાફડા, નરેશભાઈ વજુભાઈ દાફડા, ભરતભાઈ વજુભાઈ દાફડા,મનોજ નામોરી દાફડા અને કિશન નારણ ચૌહાણ સામે ફરિયાદ નોધાવી હતી. ઘટના હોટેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા જેના ફૂટેજને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.