Thursday - Apr 23, 2026

માળિયા મિયાણાના વાંઢ વિસ્તારમાં તળાવમાં ડૂબી જતાં બે બાળકીના મોત

માળિયા મિયાણાના વાંઢ વિસ્તારમાં તળાવમાં ડૂબી જતાં બે બાળકીના મોત

મોરબી : માળિયા મિયાણા ના વાંઢ વિસ્તારમાં રહેતા રૂક્સાનાબેન નિઝામભાઈ માલાણી નામની મહિલા તેના ઘર પાસે આવેલા તળાવમાં કપડા ધોવાં ગઈ હતી જ્યાંતેની સાથે તેની ચાર વર્ષની દીકરી નાઝ્મીનનીઝામભાઈ માલાણી અને તેની નણદની દીકરી નાયરાબેન હુસેનભાઈ જેડા પણ ગઈ હતી  

બન્ને દીકરી પાણી ના ખાડા રમતી હતી તે દરમિયાન  અચાનક બને ડૂબવા લાગી હતી અને બુમાબુમ કરતા પાસે કપડા ધોઈ રહેલા રૂકસાનાબેનની નજર પડતા તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા બન્ને દીકરીઓના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા જેથી તેઓ બનેને બાળકીને લઇ સિવિલ હોસ્પિટલ પહોચી હતી ફરજ પર હાજર તબીબે તપાસ કરતા એક બાળકીનું સારવાર પહેલા જ મોત થયું હતું જોકે બીજી બાળકીની સ્થિતિ ગંભીર હોવાથી ફરજ પરના તબીબોએ તેને બચાવવા પ્રયાસ કર્યો હતો સ્થિતિ નાજુક હોવાથી તાત્કાલિક રીફર કરવાની જરૂરીયાત હોવાથી આઈસીયુ એમ્બ્યુલન્સ માટે માળિયા 108માં કોલ કરવામાં આવ્યો હતો જોકે તે એમ્બ્યુલન્સ પહોચે તે પહેલા તેનું મોત થયું હતું  જેથી બન્ને બાળકીના મૃતદેહ પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે જાણ થતા માળિયા મિયાણા પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ દોડી હતી 
બીજી તરફ ઘટનાની સ્થાનિકોએ જાણ થતા તેઓ હોસ્પિટલમાં  એકઠા થઇ ગયા હતા અને બાળકી જ્રુરુરી  સારવાર ન મળી હોવાના અને સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન કે જરૂરી ઈમરજન્સી સાધનો ન હોવાના આક્ષેપ કર્યા હતા આ ઉપરાંત બાળકીને વધુ સારવાર માટે આઈસીયુ પ્રકારની એમ્બ્યુલન્સની તાત્કાલિક જરૂર હોય પરંતુ સમયસર એમ્બ્યુલન્સ પણ મળી ન હોવાથી બાળકીઓના મોટા થવાના આક્ષેપ હોસ્પિટલમાં પરિવાર સાથે આવેલા અન્ય લોકો દ્વારા કરવામાં આવ્યા હતા