Saturday - May 16, 2026

આપ પાર્ટીએ જંત્રી, સ્ટેમ્પ ડયુટી અને ટેક્સના વધારાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું

આપ પાર્ટીએ જંત્રી, સ્ટેમ્પ ડયુટી અને ટેક્સના વધારાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી કલેકટરને જંત્રી તથા સ્ટેમ્પ ડયુટી અને ટેક્સના વધારાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાની આગેવાની હેઠળ મોરબી જિલ્લાના હોદ્દેદારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ગુજરાત ભરમાં વધી રહેલી જંત્રી, સ્ટેમ્પ ડયુટી, અને ટેક્સ કે જેના લીધે રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદીના લીધે અનેક લોકોની રોજગારી છીનવાઈ રહી છે અને આમ જનતાને પોતાના ઘરનું ઘર સ્વપ્ન એક સ્વપ્ન રહે એવી પરિસ્થિતિ થઈ રહી છે આ વધારાના હિસાબે દસ્તાવેજની નોંધણી પર પણ અસર વર્તાઈ રહી છે તો આ તમામ મુદ્દાઓની રજૂઆત કલેકટરને કરવામાં આવી છે અને કલેકટર મારફત સરકાર સુધી રજુઆત પહોચે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આપ પાર્ટીએ જંત્રી, સ્ટેમ્પ ડયુટી અને ટેક્સના વધારાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું