Sunday - Jul 05, 2026

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા ડ્રાયફ્રુટથી ભરપૂર અડદિયાનું વિતરણ કરાશે

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા ડ્રાયફ્રુટથી ભરપૂર અડદિયાનું વિતરણ કરાશે

મોરબી : પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર મોરબી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શુદ્ધ સાચા ઘી તથા ડ્રાયફ્રુટથી ભરપૂર અડદિયા બનવાવામાં આવે છે. જેમા મોરબીવાસીઓ ખુબ સાથ સહકાર આપે છે.આ વખતે પણ સંસ્થાની લાગણી અને માગણી એવી છે કે મોટા પ્રમાણ મા લોકો સંસ્થાને સાથ સહકાર આપે અને આ આયોજનને સફળ બનાવે. આ આયોજનની અંદર જે કઈ  નફો થશે એ નફો નેત્રહિનો ના વિકાસ અર્થે વાપરવામાં આવશે. સંસ્થા મોરબીવાસિઓનો આભાર પ્રગટ કરે છે અને આવાને આવા સાથ સહકાર ની આશા અને અપેક્ષા રાખે છે.