હળવદ : હળવદ શહેરની સરા ચોકડી પાસે ગત તા.29ના રોજ જીજે - 27 - ટીડી - 4818 નંબરના ટ્રક ચાલકે પુરપાટ ઝડપે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી જીજે - 36 - એબી - 5570 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ચેતનસિંહ માનસંગભાઈ ટાંક ઉ.વ.30 રહે.માનસર તા.હળવદ વાળાને હડફેટે લેતા ચેતનસિંહને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.