મોરબી : મોરબી - માળીયા મિયાણા નેશનલ હાઇવે પર રામપર ગામના પાટિયા પાસે જીજે - 36 - આર - 1811 નંબરના ઇકો કારના ચાલકે ફૂલ સ્પીડમાં પોતાની ઇકો કાર ચલાવી જીજે - 36 - એક્યુ - 2957 નંબરના એક્ટિવા મોટર સાયકલ લઈને જઈ રહેલા જેસંગભાઈ માલાભાઈ ડાંગરને હડફેટે લઈ અકસ્માત સર્જતાં જેસંગભાઈને માથામાં તથા બન્ને પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ ઇકો ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.ઘટના અંગે કિશોરભાઈ ઉર્ફે હકાભાઈ દેવદાનભાઈ બાલાસરા રહે. કિશનગઢ, સોખડા, તા.મોરબી વાળાએ ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.