Wednesday - Nov 05, 2025

હળવદના શિવપુર ગામેં મારી હદમાં શેઢો કેમ વધારશ કહી નાનાભાઈએ મોટાભાઈને ખંપારી મારી દીધી

હળવદના શિવપુર ગામેં મારી હદમાં શેઢો કેમ વધારશ કહી નાનાભાઈએ મોટાભાઈને ખંપારી મારી દીધી

હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં વાડી ધરાવતા બે ભાઈએ વાડીએ આંટો મારવા આવ્યા બાદ એક બીજાની જમીનની હદમાં શેઢો વધારવા બાબતની તકરારમાં નાના ભાઈએ મોટાભાઈને ખપારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઘરેલુ ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો હતો.

હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા અને ચોથાળું તરીકે ઓળખાતી સીમમાં વડીલોપાર્જીત ખેતીની જમીન ધરાવતા ફરિયાદી નારણભાઇ શિવાભાઈ ફુલતરિયાએ આરોપી એવા નાનાભાઈ હસમુખભાઈ શિવાભાઈ ફુલતરિયા રહે.શિવપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ વાડીએ આંટો મારવા ગયા ત્યારે શેઢા પાસે આરોપી હસમુખભાઈ આવ્યા હતા અને કહ્યું હતું કે, તું મારી જમીનની હદમાં શેઢો વધારશ, મારી જમીન તરફ શેઢો વધારમાં. જો કે, ફરિયાદી નારણભાઈએ કહ્યું હતું કે, મેં મારી જમીનની માપણી કરાવી છે તે મુજબ જ મારો કબજો છે. આમ કહેતા જ આરોપીએ પોતાની પાસે રહેલી ખપારી વડે નારણભાઇ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘટના અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.