Thursday - Feb 12, 2026

મોરબીમાં સાયબર સેફ્ટી માટે જનજાગૃતિ રેલી

મોરબીમાં સાયબર સેફ્ટી માટે જનજાગૃતિ રેલી

મોરબી : ડિજિટલ ક્રાંતિ ઉપયોગી હોવાની સાથેસાથે નુકશાનકારક પણ વધુ હોવાનું હમણાંથી બહાર આવેલા સાઇબર ક્રાઇમના બનાવોથી સિદ્ધ થયું હોય હવે સાઇબર સેફટીની ખાસ કરી જરૂરિયાત હોવાથી લોકોને સાઇબર ફ્રોડથી બચાવવા નાણાકીય સાક્ષરતા સપ્તાહ ઉજવણી અંતર્ગત આજે મોરબીમાં SBI શાખા દ્વારા જનજાગૃતિ રેલી નીકળી હતી. જેમાં મોરબીના ગ્રીન ચોક સ્થિત SBI બ્રાન્ચ ખાતેથી એક વિશાળ રેલીનું પ્રસ્થાન થયા બાદ આ રેલીમાં બેંકના ઉચ્ચ અધિકારીઓથી લઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાઈને રેલી  સ્વરૂપે નેહરુ ગેટ ચોક સુધી ફરી લોકોને સુરક્ષિત બેંકિંગના વ્યહારો વિશે જાગૃત કરાયા હતા.

મોરબીમાં સાયબર સેફ્ટી માટે જનજાગૃતિ રેલી

રેલી દરમિયાન બેંક અધિકારીઓએ શહેરીજનોને KYC અને સાયબર સેફ્ટી અંગે અપાઈ મહત્વની જાણકારી આપી હતી. જેમાં KYC અપડેટ સમયસર આધાર, પાન અને ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો બેંકમાં અપડેટ કરવા. શંકાસ્પદ લિંક્સથી સાવધાન KYC ના નામે આવતા ફેક કોલ કે મેસેજમાં આપેલી કોઈ પણ લિંક પર ક્લિક ન કરવું. ડેટા સિક્યોરિટી: પોતાની ગુપ્ત વિગતો કે OTP ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવા. એકાઉન્ટનો દુરુપયોગ: લોભ-લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટની વિગતો અન્યને ભાડે ન આપવી, જેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારોમાં થઈ શકે છે. આ તકે બેંક સ્ટાફે CKYC (Centralized KYC) ના ફાયદાઓ વિશે પણ માહિતગાર કર્યા હતા. જેમાં ગ્રાહક એકવાર રજીસ્ટ્રેશન કરાવે તો અન્ય નાણાકીય સંસ્થાઓમાં વારંવાર દસ્તાવેજો આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. બેંક અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "ગ્રાહકની સજગતા એ જ સાયબર ફ્રોડ સામેની સૌથી મોટી સુરક્ષા છે."

મોરબીમાં સાયબર સેફ્ટી માટે જનજાગૃતિ રેલી
મોરબીમાં સાયબર સેફ્ટી માટે જનજાગૃતિ રેલી