Friday - Jun 05, 2026

મોરબીના મિનરલ્સ કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબીના મિનરલ્સ કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબી : મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ અમૂલ મિનરલ્સ નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા વિક્રમભાઈ અબુભાઈ નિનામાં ઉ.વ.21 નામના યુવકે ગઈકાલે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.