મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે શક્તિપરામાં પિતાને ઘેર રહેતા શીતલબેન કાંતિભાઈ ફિસડીયા ઉ.વ.19 નામના પરિણીતા છેલ્લા દસેક માસથી રિસામણે આવેલ હોય ગઈકાલે બપોરના સમયે પિતાનાં ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શીતલબેનના એક વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.