માછલાઓના અચાનક ટપોટપ મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી
મોરબી : મોરબી શહેરના શનાળા ગામે શક્તિ માતાજીના મંદિરમાં પાછળના ભાગે આવેલ તળાવમાં કોઈ કારણોસર અસંખ્ય માછલીઓના ટપોટપ મોત થતા તળાવના કાંઠે માછલીમાં મૃતદેહના ખડકલો થયો છે.જેને પગલે સમગ્ર વિસ્તારમાં અત્યંત દુર્ગંધ પ્રસરી જતા સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું હોય પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે.
મોરબીના શક્ત શનાળા ગામે શક્તિમાતાજીના મંદિરના પાછળના ભાગે આવેલ તળાવમાં છેલ્લા 24થી 48 કલાકમાં અનેક માછલીઓના ટપોટપ મોત થયા હોવાથી માછલીના મૃતદેહ તળાવના કાંઠા પાસે આવી ગયા છે.માછલીના મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં અત્યંત દુર્ગંધ ફેલાઈ ગઈ હોય સત્વરે સમસ્યાનો નિકાલ કરી માછલીઓના મોત કેમ થયા તે મુદ્દે તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.