Monday - May 04, 2026

માળીયાના ચાચાવદરડા નજીક ટ્રકે બાઇકને ઠોકરે લેતા જામનગરના યુવાનનું મોત

માળીયાના ચાચાવદરડા નજીક ટ્રકે બાઇકને ઠોકરે લેતા જામનગરના યુવાનનું મોત

મોરબી : માળીયા મિયાણા - જામનગર હાઇવે પર ચાચાવદરડા ગામ પાસે ગોળાઈમાં ગત તા.5ના રોજ જીજે - 10 - ડીપી - 0258 નંબરનું મોટર સાયકલ લઈને જઈ રહેલા જામનગરના દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા નામના યુવકને જીજે - 10 - ટીવાય - 0063 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા દુષ્યંતસિંહનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પિતા હેમેન્દ્રસિંહે ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.