મોરબી : મોરબી શહેરના લખધીરપુર રોડ પર આવેલી મેટ્રો સ્ટાર સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા 19 વર્ષીય મુકેશકુમાર રાજકુમારનું ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી હતી. યુવકના મૃત્યુ પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.