વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા મહમદઇરફાન ઇસ્માઇલભાઈ માથકિયા ઉ.42 નામના નોકરિયાત યુવાને કોઈ અગમ્ય કારણોસર ગત તા.24 ફેબ્રુઆરીના રોજ વાંકાનેર BSNLની ઓફિસમાં ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તા.2જી માર્ચના રોજ બેભાન અવસ્થામાં. મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.