મોરબી : મોરબી શહેરના ઘુંટુ રોડ પર સિલ્વર પાર્ક સોસાયટી નજીક ગઈકાલે શોભેશ્વર રોડ પર રહેતા ફરિયાદી નરેન્દ્રભાઈ કરુણાશંકર મહેતા ઉ.વ.35 પાસે આરોપી સુનિલ ઉર્ફે બાવલો કાંતિભાઈ પાડલીયા રહે.સિલ્વર પાર્ક વાળાએ એક્ટિવા મોટર સાયકલ માંગતા ફરિયાદીએ મોટર સાયકલ આપવાની ના પાડતા આરોપીને સારું નહીં લાગતા જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.