Saturday - Aug 08, 2026

મોરબીના શનાળામાં યુવાનને લાકડાના ધોકાથી કપાળના ભાગે માર માર્યો

મોરબીના શનાળામાં યુવાનને લાકડાના ધોકાથી કપાળના ભાગે માર માર્યો

મોરબી : મોરબીના શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર રાખી એક યુવક સાથે મારામારી કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મોરબીના શક્ત સનાળા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય ગૌતમભાઈ ભીમજીભાઈ સોલંકી સાથે આરોપી રાજુભાઈ ખોડાભાઈ બોરીચાએ ઝઘડો કર્યો હતો. આરોપીને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાની જાણ હોવા છતાં જાહેરમાં જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આરોપીએ ગૌતમભાઈના મોઢા પર મુક્કો માર્યો હતો. ત્યારબાદ લાકડાના ધોકાથી કપાળના ભાગે માર મારી ઈજા પહોંચાડી આરોપી ત્યાંથી નાસી ગયો હતો. ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એટ્રોસિટી એક્ટ તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.