મંજૂરી વગર ધ્વનિ પ્રદુષણ ફેલાવવું ભારે પડ્યું, બોલેરો ગાડી અને ડીજે સિસ્ટમ કબ્જે
મોરબી : મોરબી શહેરના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ પર ઉમા ટાઉનશીપ નજીક જાહેરમાં કોઈપણ જાતની મંજૂરી વગર ઉંચા અવાજે ડીજે વગાડી રહેલા બે આરોપીઓ વિરુદ્ધ પોલીસે લાલઆંખ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવવા મામલે ગુન્હો દાખલ કરી બોલેરો વાહન અને ડીજે સિસ્ટમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સુપ્રીમ કોર્ટના નિયમો અન્વયે જાહેરમાં ઉંચા અવાજે ધ્વનિ પ્રદુષણ ફેલાવવાની મનાઈ છે છતાં પણ મોરબીના વેજીટેબલ રોડ પર બોલેરો ગાડીમાં ડીજે ફિટ કરી ઘોંઘાટ કરી રહેલા આરોપી ભંકેશ્વરસિંહ ધનાસિંહ પંવાર રહે.નકલંક પાર્ક, ગોકુલનગર, મકનસર અને આરોપી પ્રવીણભાઈ ચકુભાઈ પરમાર રહે.ભીમસર, વેજીટેબલ રોડ વાળાઓ ઉમા ટાઉનશીપ પાસે જોર જોરથી ડીજે વગાડી લોકોને શાંતિમાં ખલેલ પહોંચાડી રહ્યા હોય બી ડિવિઝન પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી ડીજે ફિટ કરેલી રૂ.5 લાખની બોલેરો ગાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.