સવારે 8થી 12 સુધી મળશે વિવિધ પ્રાકૃતિક ચીજવસ્તુઓ
મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર, મોરબી દ્વારા તા. 9 ઓગસ્ટ, રવિવારે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી નેચરલ અને ઓર્ગેનિક વસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેચાણ કેન્દ્ર માર્કેટિંગ યાર્ડની બહાર, આર.ડી.સી. બેન્કના દરવાજા પાસે, ન્યૂ હાઉસિંગ બોર્ડની સામે, સનાળા રોડ, મોરબી ખાતે રહેશે.
આ કેન્દ્ર ખાતે હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આમળાની મીઠી કેન્ડી તથા લેમન ટી સહિતની વિવિધ પ્રાકૃતિક વસ્તુઓ ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત રાહતદરે દસ જાતના ગુલાબ સહિત વિવિધ ફૂલછોડ, તેમજ રસોડામાં ઉપયોગી લાકડાના પાટલા, વેલણ, ઝેરણી સહિતની વસ્તુઓ પણ વેચાણ માટે રાખવામાં આવશે. સાથે જ ઓર્ગેનિક શાકભાજી પણ ઉપલબ્ધ રહેશે.
હરડે પ્રચાર કેન્દ્ર, મોરબીના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં નાગરિકોને આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ *“નિરોગી રહીએ, પ્રકૃતિ તરફ વળીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ”*ના સંદેશ સાથે નાગરિકોને ઘરેથી કાપડની થેલી સાથે લાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.