Sunday - Apr 26, 2026

વાંકાનેરમાં પૈસાની લેતી દેતી મામલે યુવાનને છરી મારી

વાંકાનેરમાં પૈસાની લેતી દેતી મામલે યુવાનને છરી મારી

વાંકાનેરના ભરવાડપરા રહેતા અને ડ્રાઇવિંગ કરતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયા નામના યુવાન પાસે તેનો મિત્ર નિલેશ ખીમજીભાઈ વાણંદ પૈસા માંગતો હોવાથી પૈસા પરત આપવાનું કહ્યું હતું પરંતુ મનોજભાઈ પાસે હાલમાં પૈસા ન હોય સગવડ થાય એટલે આપું કહેતા જ નિલેશ અને તેના મિત્ર રઘુભાઈ કાઠીએ જેમ ફાવે તેમ ગાળો ભાંડી નિલેશે છરીનો ઘા ઝીકી દઈ રઘુભાઈએ ઢીકા પાટુનો માર મારતા બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.