Saturday - May 02, 2026

માળીયા ફાટક ઓવરબ્રિજ પાસે ટ્રક ટ્રેઇલરે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનનું મોત

માળીયા ફાટક ઓવરબ્રિજ પાસે ટ્રક ટ્રેઇલરે બાઈકને ઠોકરે ચડાવતા યુવાનનું મોત

મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે ઉપર માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા શિવ કોમ્પ્લેક્સ સામે આરજે - 19 - જીડી - 7648 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે ગત તા.15 જુલાઈના રોજ જીજે - 36 - એજી - 3230 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ઈશુભાઈ શ્યામસિંહ યાદવ નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા ઈશુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રક ટ્રેલર ચાલક નાસી જતા ઘટના અંગે મૃતકના ઉત્તરપ્રદેશ ખાતે રહેતા મોટા ભાઈ રજતભાઈ શ્યામસિંહ યાદવે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.