મોરબી : મોરબીના રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ પાછળ આવેલ તિરુપતિ પેપર્સ નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ જાલોર રાજસ્થાનના વતની ભરતકુમાર હરિરામ પુરોહિત ઉ.19 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.