Sunday - Jun 28, 2026

મોરબીના નવા સાદુળકા ગામે યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબીના નવા સાદુળકા ગામે યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબી : મોરબી તાલુકાના હરિપર કેરાળા ગામે જવાના રસ્તે નવા સાદુળકા ગામે આવેલ શિવલાલભાઈ મગનભાઈની વાડીની ઓરડીમાં રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પતલિયા ગમલા રાઠવા ઉ.વ.43 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.