મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા મિતભાઈ રમેશભાઈ મૈયડ ઉ.વ.23 નામના યુવકે ગત તા.15ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર લોખંડના એન્ગલ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મોત નીપજતા તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.