Saturday - May 16, 2026

હળવદના શક્તિનગર પાસે વૃક્ષ સાથે કાર અથડાતા યુવાનનું મોત

હળવદના શક્તિનગર પાસે વૃક્ષ સાથે કાર અથડાતા યુવાનનું મોત

હળવદ : માળીયા અમદાવાદ હાઇવે પર હળવદ તાલુકાના શક્તિનગર નજીક રોડ પર ગત તા.21 નવેમ્બરના રોજ અચાનક કોઈ જનાવર આડુ ઉતરતા એમએચ - 05 - સીવી - 9718 નંબરની અલ્ટો કાર રોડ પરથી નીચે ઉતરી લીમડાના ઝાડ સાથે અથડાતા કાર ચાલક મયુરભાઈ ભાનુશંકર જોશી રહે.બાગબીલ રોડ, થાણે, મુંબઈનું ગંભીર ઇજાઓ થતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા જયેશભાઇ શાંતિલાલ રાવલ ઉ.32 નામના યુવકને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.