Tuesday - Sep 29, 2026

મોરબીના પાણીનું ડબલુ ભરવા જતા પગ લપસી જવાથી કૂવામાં પડી જતા તરુણનું મોત

મોરબીના પાણીનું ડબલુ ભરવા જતા પગ લપસી જવાથી કૂવામાં પડી જતા તરુણનું મોત

મોરબી : મોરબીના હળવદ રોડ પર નીચી માંડલ પાસે આવેલ નેકોન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ વડોદરા જિલ્લાના વતની મેહુલભાઈ ચીમનભાઈ રાઠવા ઉ.વ.17 નામનો સગીર કુદરતી હાજતે જવા કારખાના નજીક આવેલ વાડીના કુવામાંથી પાણીનું ડબલુ ભરવા જતા પગ લપસી જતા કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.