મોરબી : મોરબીના રાજપર રોડ પર આવેલ દેવ પોલી પ્લાન્ટ કારખાનામાં રહેતી મૂળ ઝારખંડની વતની શિવાની વિરસિંહ ચામ્પિયા ઉ.વ.22 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર કારખાનાની રૂમમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.