મોરબી : મોરબી શહેરના કાયાજી પ્લોટમાં આવેલ રુચિત રેસિડેન્સીમાં રહેતા મૂળ કોડીનારના કડોદરા ગામના વતની અને હાલમાં મોરબીમાં પ્રાઇવેટ નોકરી કરતા સ્મિતકુમાર ગજાનંદભાઈ ઉપાધ્યાય ઉ.વ.25 ગઈકાલે પોતાના રહેણાંકમાં બેભાન હાલતમાં મળી આવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.