મોરબી : મોરબી - કંડલા નેશનલ હાઇવે પર માળીયા મિયાણા ચેક પોસ્ટ પાસે ગત તા.5 જુનના રોજ સાંજના સમયે રોડ પર બોલેરો ગાડી બંધ પડી જતા કચ્છના રહેવાસી વિરમભાઈ ભગુભાઈ ગાગલ ઉ.વ.35 રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે જીજે - 12 - બીવાય - 9322 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે બોલેરોને પાછળથી ઠોકર મારી વિરમભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા વીરમભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ મહેશભાઈ ભગુભાઈ ગાગલ રહે.નાગોર, આહીરવાસ, કચ્છ વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.