Wednesday - Jun 24, 2026

મોરબી નજીક ટ્રકમાં હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટતા યુવાનને મોત આંબી ગયું

મોરબી નજીક ટ્રકમાં હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટતા યુવાનને મોત આંબી ગયું

મોરબી : મોરબી - માળીયા હાઇવે પર રવિરાજ ચોકડી પાસે ગઈકાલે સાંજે એક વિચિત્ર દુર્ઘટનામાં ટ્રકમાં હવા ભરતી વખતે ટ્રકનું ટાયર ફાટતા યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

મોરબી - માળીયા હાઇવે પર રવિરાજ ચોકડી પાસે આવેલ ગુરુ ગોવિંદ ટાટા શોરૂમ પાસે અનુજરાધા કિશન નાગર ઉ.વ.34 નામનો યુવક ટ્રકના ટાયરમાં હવા ભરી રહ્યો હતો ત્યારે અચાનક જ ટાયર ફાટતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બનાવ સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.