Wednesday - Jun 24, 2026

માળીયા મિયાણામાં 15 વર્ષની તરુણીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

માળીયા મિયાણામાં 15 વર્ષની તરુણીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબી : માળીયા મિયાણા શહેરના જુના બસસ્ટેન્ડ પાસે રહેતા સાયનાબેન હૈદરભાઈ મોવર ઉ.વ.15 નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર રૂમમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.