મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સ્પારકૉસ સિરામિક ફેકટરીમાં પતરા ઉપર ચડી કામ કરતા સમયે પતરું અચાનક તૂટી પડતા ઇરફાનભાઈ મહેબૂબભાઈ સમા ઉ.વ.41 રહે.પરશુરામનગર, સો ઓરડી મોરબીનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.