Sunday - Jul 05, 2026

મોરબીના પાવડીયારી પાસે કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબીના પાવડીયારી પાસે કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

મોરબી : મોરબી તાલુકાના પાવડીયારી નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે કેનાલમાં એક મૃતદેહ તરતો હોવાની જાણ થતા નીચી માંડલ ગામના સરપંચ પ્રદીપભાઈ કુંડારીયાએ મોરબી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેને પગલે મોરબી ફાયર ટીમે વહેલી સવારે પાવડીયારી કેનાલ ખાતે પહોંચી ભારે જહેમત બાદ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢી મોરબી તાલુકા પોલીસને સોંપી આપ્યો હતો.