મોરબી : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની હૈદરઅલી શ્યામુદીન ચૌધરી ઉ.38 નામના યુવકને ગત મોડી રાત્રીના સમયે ડાબા કાનના ભાગે ઝેરી જીવજંતુ કરડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.