Friday - Aug 07, 2026

વાંકાનેરના વઘાસિયા ગામે તસ્કરોએ સોના - ચાંદીના દાગીના સહિત રૂ.1.71 લાખની ચોરી કર્યાની ફરિયાદ

વાંકાનેરના વઘાસિયા ગામે તસ્કરોએ સોના - ચાંદીના દાગીના સહિત રૂ.1.71 લાખની ચોરી કર્યાની ફરિયાદ

વાંકાનેર : મોરબી જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહયા છે. મોરબી, ટંકારા બાદ હવે વાંકાનેરના જુના વઘાસિયા ગામમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે જેમાં ગત તા.4ના રોજ તસ્કરો રહેણાંક મકાનના તાળા તોડી સાત તોલાથી વધુ સોનું, 600 ગ્રામ ચાંદી અને રૂ.1.35 લાખ રોકડા ચોરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતા ફાતેમાબેન ઉસમાનભાઈ માણસિયા ઉ.વ.50એ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ સાંજના સમયે તસ્કરો તેમના રહેણાંકના તાળા તોડી ઘરમાંથી અંદાજે સાત તોલાથી વધુ વજનના સોનાના બે ચેઇન, સોનાના કાપ, વીંટી, દાણો, સોનાની કડી, 600 ગ્રામ વજનના ચાંદીના સાકળા અને રૂપિયા 1.35 લાખ રોકડા સહિત રૂ.1,71,000ની માલમતા ચોરી ગયા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.