Friday - May 01, 2026

હળવદ માર્કેટ યાર્ડ પાસે કારની જોરદાર ટકકરથી યુવાનનું મોત

હળવદ માર્કેટ યાર્ડ પાસે કારની જોરદાર ટકકરથી યુવાનનું મોત


હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે પર માર્કેટિંગ યાર્ડ સામે ગત તા.28 એપ્રિલના રોજ રાત્રીના સમયે જીજે - 03 - પીજે - 7105 નંબરની કારના ચાલકે પુરપાટ ઝડપે બેફિકરાઈથી કાર ચલાવી હળવદના ભવાની ઢોરો વિસ્તારમાં રહેતા ફરિયાદી રોહિતભાઈ ઠાકરશીભાઈ કુડેચાના ભાઈ અરવિંદભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ અર્ટિકા કારનો ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.