Friday - May 08, 2026

હળવદમા ભર ઊંઘમાં પગથિયાં ભૂલી જતા અગાસીએથી નીચે પટકાતા યુવાનનું મોત

હળવદમા ભર ઊંઘમાં પગથિયાં ભૂલી જતા અગાસીએથી નીચે પટકાતા યુવાનનું મોત

 હળવદના કુંભાર દરવાજા વિસ્તારમાં આવેલ કરાચી કોલોનીમાં રહેતો યુવાન રાત્રે ધાબા ઉપર સુતા બાદ લઘુશંકા કરવા માટે ઊઠ્યો હતો તે વેળાએ ઊંઘમાને ઊંઘમાં પગથિયાં ભૂલી જતા અગાસીએથી પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

 પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના કુંભાર દરવાજા વિસ્તારમાં આવેલ કરાચી કોલોનીમાં રહેતા મૂળ ધંધુકાના તગડી ગામના વતની નાગરભાઈ હનુભાઈ કોગતિયા ઉ.47 નામનો યુવાન ગરમીને કારણે રાત્રે અગાસીમાં સૂતો હોય રાત્રીના લઘુશંકા કરવા ઉઠતા ઊંઘમાં અગાસીના પગથિયાં ઉતરવા સમયે પગથિયાં ભૂલી જતા ધાબા ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા ચીર નિંદ્રામાં પોઢી ગયો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.