Saturday - Aug 15, 2026

ટંકારાના હરબટિયાળી ગામે કારખાનાના શેડ ઉપરથી પટકાતા યુવાનનું મોત

ટંકારાના હરબટિયાળી ગામે કારખાનાના શેડ ઉપરથી પટકાતા યુવાનનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના હરબિટીયાળી ગામ નજીક આવેલ સેયઝોન એફઆઈબીસી એલએલપી નામના કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ઝાંસી જિલ્લાના વતની આનંદભાઈ દયાશંકરભાઈ શર્મા ઉ.25 નામનો શ્રમિક યુવાન કારખાનામાં શેડનું અજવાસીયું તૂટી ગયું હોવાથી અજવાસીયું બદલવા માટે શેડ ઉપર ચડ્યો હતો.આ સમયે મૃતક આનંદભાઈનો પગ અજવાસીયામા આવી જતા ઉપરથી નીચે પટકાતા માથામાં હેમરેજ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.