Saturday - Jun 27, 2026

મોરબીમાં કારખાનનાની ઓફિસનો કાચ તોડતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત

મોરબીમાં કારખાનનાની ઓફિસનો કાચ તોડતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઈકાલે સવારના સમયે ફેક્ટરીની ઓફિસમાં જઈ શ્રમિકે ઓફિસનો કાચના દરવાજાને હાથથી મારતા કાચ તૂટી ગયો હતો અને ઘટનામાં શ્રમિકને ઇજાઓ પહોંચ્યા બાદ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ કોલકો ગ્રેનાઇટ સીરામીક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતો સુનકેશભાઈ ચનસિંહ ડામોર ઉ.26 ગઈકાલે સવારના સમયે ફેક્ટરીની ઓફિસમા ગયો હતો અને કાચના દરવાજામાં હાથ મારતા દરવાજાનો કાચ તૂટી જતા ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.