Sunday - Oct 04, 2026

ટીંબડી પાટિયા નજીક અજાણ્યા વાહનની ટકકરથી યુવાનનું મોત

ટીંબડી પાટિયા નજીક અજાણ્યા વાહનની ટકકરથી યુવાનનું મોત

મોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે પર ગત તા.20ના રોજ અજાણ્યા વાહન ચાલકે ટીંબડી પાટિયા પાસે ધર્મેન્દ્રભાઈ શારદાબેન ચૌહાણ નામના યુવકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે રાજન પરમહંસ ગુદર પ્રસાદ રહે.કાંતિનગર મૂળ રહે.ઉત્તરપ્રદેશ વાળાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.