મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા સદામભાઈ અલ્લારખાભાઈ દલવાણી ઉ.34 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવાદોરી ટૂંકાવી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.