Saturday - May 09, 2026

મોરબી નજીક ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત

મોરબી નજીક ટ્રક પાછળ બાઈક અથડાતા યુવાનનું મોત

 હનુમાન જયંતિના અવસરે નવા ખારચિયા ગામથી આમરણ ખાતે હનુમાનજીનો પ્રસાદ લેવા જઈ રહેલા ડબલ સવારી બાઈક ચાલક યુવાનનું બાઈક હાઇવે ઉપર સાઈડમાં પાર્ક કરેલા કન્ટેનર ટ્રક પાછળ અથડાતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતી જ્યારે બાઈક પાછળ બેઠેલા સગીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવા ખારચિયા ગામે રહેતો સાહિલ રમેશભાઈ બોપલીયા ઉ.20 નામનો યુવાન ગત તા.12ના રોજ હનુમાન જયંતિ હોવાથી સવારે નવેક વાગ્યાના અરસામાં નવા ખારચિયા ગામથી આમરણ ખાતે કૌટુંબિક ભાઈ એવા સગીર સાથે જીજે - 10 - બીઇ - 1750 નંબરનું બાઈક લઈ પ્રસાદી લેવા માટે જતો હતો ત્યારે હાઇવે ઉપર રોડની સાઈડમાં પાર્ક કરેલા જીજે - 12 - એટી - 8284 નંબરના ટ્રક કન્ટેનર પાછળ અથડાતા સાહિલને ગંભીર ઇજા થતાં મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા સગીરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.