Saturday - May 09, 2026

મોરબીના રંગપર ગામની સીમમાં પરિણીતાનો ગળેફાંસો ખાધો

મોરબીના રંગપર ગામની સીમમાં પરિણીતાનો ગળેફાંસો ખાધો

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સિરામિક કારખાનામાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યની શ્રમિક પરિવારની પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને ડીવાયએસપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સનવીસ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઝારખંડના વતની સીનીબેન અજયભાઈ નાયક ઉ.22 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ડીવાયએસપી મારફતે તપાસ શરૂ કરી છે.